Thursday 8 March 2012

" બાયસેગ શૈક્ષણિક કાર્યક્રમ - ગાંધીનગર "

શ્રી મોટીભેદી પ્રાથમિક શાળા કે જે અબડાસા તાલુકાના અંતરિયાળ અને નાના એવા ભેદી ગામમાં આવેલી છે, આવી અંતરિયાળ શાળાને ગાંધીનગરમાં આવેલા બાયસેગ સ્ટુડિયો કે જ્યાં શૈક્ષણિક કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે ત્યાં જવાનો મોકો મળ્યો એ સદભાગ્યની વાત ગણાય.

તા: ૮-૨ ના સાંજે ૯:૦૦ વાગ્યે ભેદી ગામથી જવા નીકળ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત હતા. સૌપ્રથમ ગામના ઉપસરપંચ શ્રી હેમુભાના હસ્તે બસના દ્વારની રીબીન કાપવામાં આવી ત્યારબાદ શાળાની ધો:૮ ની બાલિકાઓએ  પ્રવાસમાં જોડાયેલા બધા બાળકોને તિલક ચાંદલો તેમજ મીઠું મોઢું કરાવીને બસમાં બેસાડ્યા.
તા: ૯-૨ ની વહેલી સવારે અને ૦.૮ ડીગ્રી સે. ની કાતિલ ઠંડીનો સામનો કરીને ૭:૦૦ વાગ્યે ગાંધીનગર પહોંચ્યા. જ્યાં અમને ચાણક્ય ભવનમાં ઉતારો આપવામાં આવ્યો હતો. ત્યાં ફ્રેશ થઈને દીનદયાળ ભવનમાં ચા નાસ્તો કરીને "ઇન્દ્રોડા પાર્ક"ની મલાકાત લીધી. ત્યારબાદ બપોરે ૨:૦૦ વાગ્યે બાળકોનો ડેમો પાઠ લેવામાં  આવ્યો. ત્યારબાદ સાંજે "અક્ષરધામ" ની મુલાકાત લીધી અને ત્યાંના પ્રદર્શન ને માણ્યો. સાંજે ૭:૩૦ વાગ્યે રાત્રિનું ભોજન લઈને થાકેલા બધા જ બાળકો સુઈ ગયા.
બીજા દિવસે તા: ૧૦-૨ ની વહેલી સવારે પ્રાર્થના કરીને ચા નાસ્તો કર્યો, બાદમાં વિધાનસભાની મુલાકાત લીધી. ત્યાંના આયોજકે વિધાનસભા વિશેની ઊંડાણપૂર્વકની માહિતી આપી. બાદમાં બપોરનું ભોજન લઈને બાયસેગ સ્ટુડીયોમાં ગયા, જ્યાં શિક્ષણ  નિયામક શ્રી તાવીયાડ સાહેબે બધાને આવકાર્ય. બાદમાં બાયસેગ સ્ટુડીયોમાં ધો: ૫-૬-૭ ના બાળકોને ત્યાંના જ તજજ્ઞશ્રીએ પાઠ આપ્યો જેનું જીવંત પ્રસારણ અખા ગુજરાતમાં કરવામાં આવ્યું હતું. સાંજના ભાગમાં સાબરમતી આશ્રમ અને અડાલજની વાવની મુલાકાત લીધી.
 
ત્રીજા દિવસે તા:૧૦-૨ ના વહેલી સવારે ચા નાસ્તા બાદ અમદાવાદ "સાયન્સ સીટી"ની મુલાકાત લીધી ત્યાં બાળકોએ સ્પેશ શટલની રાઈડ પણ માણી. બાદમાં સાંજે "કાંકરિયા તળાવ"ની મુલાકાત લીધી જ્યાં બાળકોને પ્રાણી સંગ્રહાલય માં ખુબજ મજા આવી ગઈ. બાદમાં ત્યાંજ નાસ્તો કરીને બધાએ ટ્રેનની મુસાફરી માણી. અને સાંજે ૭:3૦ વાગ્યે ત્યાંથી પરત ભેદી આવવા માટે નીકળ્યા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી હમીરજી ધલ, મદદનીશ શિક્ષકો શ્રી ધીરજભાઈ નંદા, શ્રી હિમાંશુ ઠક્કર, શ્રીમતી જયશ્રીબેન પટેલ તેમજ કોઠારા ગ્રુપ આચાર્ય શ્રી ટી.કે. ધીરાવાણી સાહેબ, માનપુરા સી.આર.સીશ્રી પ્રતાપસિંહ અને કોઠારા સી.આર.સીશ્રી નારણભાઈ એ સાથ સહકાર આપ્યો હતો...
" જય જય ગરવી ગુજરાત "

" ૬3મા પ્રજાસતાક દિનની ભવ્ય ઉજવણી "

શ્રી મોટીભેદી પ્રાથમિક શાળામાં ૬3મા પ્રજાસતાક દિનની ઉજવણી ખૂબ જ ધામ ધૂમથી કરવામાં આવી હતી. જેમાં શાળાનાં તમામ બાળકો તેમજ શિક્ષક મિત્રોએ  હોંશભેર ભાગ લીધો હતો.


સૌ પ્રથમ શાળાનાં બાળકો તેમજ શિક્ષકમિત્રો સાથે મળીને પ્રભાતફેરીમાં જોડાયા હતા, જેમાં બાળકોએ આઝાદીના સૂત્રો તેમજ ઝંડાગીતો ગાયા હતા.

ત્યારબાદ શાળાનાં પ્રાંગણમાં બધા ગ્રામજનોની હાજરીમાં ભેદી ગામના ઉપસરપંચ શ્રી હેમુભાના હસ્તે " ધ્વજવંદન " કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાનાં આચાર્યશ્રી એ ૬3મા પ્રજાસતાક દિનને અનુરૂપ ગ્રામજનોને ખ્યાલ આપ્યો હતો.

ત્યારબાદ ધો: ૮ ના બાળકોએ " સંદેશે આતે હૈ " ગીતનું ડાન્સ રજુ કર્યું. જે ફોટામાં જોઈ શકાય છે. બાદમાં ધો: ૭  ની બાલિકાઓએ " કાનજી તારી મા કહેશે પણ... " એ ગીતનું ડાન્સ રજુ કર્યું. બાદમાં શાળાના મદદનીશ શિક્ષક શ્રી  હિમાંશુ ઠક્કરે શાળાની રૂપરેખાનું વર્ણન કર્યું.

બાદમાં ધો: ૮ ની બાલિકાઓએ " દેશ રંગીલા રંગીલા " એ ગીતની રજૂઆત કરી જે ચોથા ફોટોગ્રાફમાં જોઈ શકાય છે. ત્યારબાદ ધો: ૫-૬-૭ ના બાળકોએ સુંદર મજાનું કોમેડી તેમજ લોક જાગૃતિ ને લાગતું નાટક રજુ કર્યું, જે પણ છેલ્લા ફોટોગ્રાફમાં જોઈ શકાય છે.

બાલિકાઓએ " દેશ રંગીલા રંગીલા " એ ગીતની રજૂઆત કરી જે ચોથા ફોટોગ્રાફમાં જોઈ શકાય છે. ત્યારબાદ ધો: ૫-૬-૭ ના બાળકોએ સુંદર મજાનું કોમેડી તેમજ લોક જાગૃતિ ને લાગતું નાટક રજુ કર્યું, જે પણ છેલ્લા ફોટોગ્રાફમાં જોઈ શકાય છે.

ત્યારબાદ ધો: ૩-૪ ની બાલિકાઓએ પણ નાના નાના બાળગીત તેમજ અભિનય ગીત રજુ કર્યા. બાદમાં ધો: ૧-૨ ના બાળકો માટે " સંગીત ખુરશી " ની રમત રાખવામાં આવી હતી જેમાં બાળકોને ખુબ જ મજા આવી ગઈ.


અંતે ગ્રામજનોના હસ્તે બાળકોને ઇનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના શિક્ષકશ્રી ધીરજ ભાઈએ બધાનો આભાર માન્યો હતો. આખા કાર્યક્રમનું સંચાલન શ્રી હમીરજી સાહેબે કર્યું હતું.

કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના મદદનીશ શિક્ષક શ્રી મોદી સાહેબ, પ્રકાશ સાહેબ તથા શ્રીમતી જયશ્રી બેને સારો એવો સહકાર આપ્યો હતો...

" ભારત માતા કી જય "

Thursday 15 December 2011

મંધરા મેમુના અબ્દુલ્લા કે જે શ્રી મોટીભેદી પ્રાથમિક શાળા માં ધોરણ : ૭ માં અભ્યાસ કરે છે. કે જેણે સી.આર.સી. કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ યોજાયેલા " રમતોત્સવ " માં લાંબીકૂદ ની હરીફાઈમાં પ્રથમ ક્રમાંક મેળવી જીલ્લા કક્ષાએ પહોંચી તેણે શાળા તેમજ ગામનું નામ રોશન કર્યું છે...
મંધરા મેમુના અબ્દુલ્લા કે જે શ્રી મોટીભેદી પ્રાથમિક શાળા માં ધોરણ : ૭ માં અભ્યાસ કરે છે. કે જેણે સી.આર.સી. કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ યોજાયેલા " રમતોત્સવ " માં લાંબીકૂદ ની હરીફાઈમાં પ્રથમ ક્રમાંક મેળવી જીલ્લા કક્ષાએ પહોંચી તેણે શાળા તેમજ ગામનું નામ રોશન કર્યું છે...

" શ્રી મોટીભેદી પ્રાથમિક શાળાનું ગૌરવ "

મંધરા મેમુના અબ્દુલ્લા કે જે શ્રી મોટીભેદી પ્રાથમિક શાળા માં ધોરણ : માં અભ્યાસ કરે છે. કે જેણે સી.આર.સી. કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ યોજાયેલા " રમતોત્સવ " માં લાંબીકૂદ ની હરીફાઈમાં પ્રથમ ક્રમાંક મેળવી જીલ્લા કક્ષાએ પહોંચી તેણે શાળા તેમજ ગામનું નામ રોશન કર્યું છે...

Friday 11 November 2011

"સૌરાષ્ટ્ર દર્શન શૈક્ષણિક પ્રવાસ ૨૦૧૧-૨૦૧૨"

શ્રી મોટીભેદી પ્રાથમિક શાળામાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધો : ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ જોડાયા હતા.પ્રવાસમાં મોટીભેદી, મોમાયફાર્મ અને સાંધવ એમ ત્રણ શાળાઓ જોડાઈ હતી, જેમાં સાંધવ માટે એક અને મોટીભેદી- મોમાયફાર્મ વચ્ચે એક બસ એમ કુલ્લ બે સ્વામિનારાયણ ટ્રાવેલ્સ રાખવામાં આવી હતી.
 
તા : ૩-૯-૧૧ ના રાતે ૯:૩૦ વાગ્યે ભેદી થી નીકળી વહેલી સવારે તા ૪-૯ ના ૬:૦૦ વાગ્યે ચોટીલા પહોંચ્યા હતા, જ્યાં ફ્રેશ થઈને બધા બાળકો ડુંગર ઉપર ચડીને માતાજીના દર્શન કર્યા હતા. ત્યારબાદ બપોરે ૧૧:૩૦ વાગ્યે વીરપુર પહોંચીને શ્રી જલારામ બાપાના દર્શન કર્યા બાદ વીરપુરમાં જ બપોરનું ભોજન લીધું હતું. ભોજન લઈને તુરંત જુનાગઢ માટે રવાના થયા અને સાંજે સક્કરબાગની મુલાકાત લીધી, જ્યાં બાળકોએ જુદા જુદા પ્રકારના પક્ષીઓ તેમજ પ્રાણીઓને નિહાળ્યા. રાત્રી રોકાણ જુનાગઢમાં જ કર્યું હતું.

બીજા દિવસે એટલે કે તા : -૯ ના સવારમાં દેવળીયા પાર્કની મુલાકાત લીધી હતી જ્યાં સિંહ-હરણ-સાબર-સસલા જેવા નાના મોટા પ્રાણીઓ નજીકથી જોવા મળ્યા હતા. ત્યારબાદ સતાધારમાં દર્શન કરીને બપોરનું ભોજન સતાધારમાં જ લીધું હતું. ત્યાંથી નીકળીને રાત્રે પાલીતાણામાં ભોજન લઈને ત્યાજ રાત્રી રોકાણ કર્યું હતું.

ત્રીજા દિવસે તા : ૬-૯ ના સવારમાં પાલીતાણા જૈન દેરાસરની મુલાકાત લીધા બાદ ત્યાં થોડી ખરીદી કરીને બપોરે બગદાણા માટે નીકળ્યા હતા, બપોરનું ભોજન બગદાણામાં લીધા બાદ અલંગ બંદર માટે રવાના થયા, જે પ્રવાસ માટે છેલ્લો સ્થળ હતો, સાંજે અલંગ બંદર પર વિશાળકાય સ્ટીમરો જોઇને બાળકોને ખુબ જ મજા આવી ગઈ હતી. ત્યારબાદ ભાવનગરમાં રાત્રિનું ભોજન (પાઉં-ભાજી) લઈને ૧૨:૦૦ નીકળ્યા અને તા : ૭-૯ ના બપોરે ૧૨:૦૦ વાગ્યે ભેદી પહોચ્યા હતા...

પ્રવાસમાં શાળાના મુ.શિ. શ્રી હમીરજીભાઈ તેમજ મ.શિ. શ્રી હિમાંશુ ઠક્કર જોડાયા હતા, તે ઉપરાંત એસ.એમ.સી. ના ત્રણ સભ્યો પણ જોડાયા હતા. પ્રવાસને સફળ બનાવવા માટે મોમાયફાર્મના શિક્ષક શ્રી ભરતસિંહ તેમજ સાંધવ શાળાના શિક્ષક મિત્રો એ સારો એવો સહકાર આપ્યો હતો.


 

Tuesday 6 September 2011

" શિક્ષક દિનની ઉજવણી "

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મદિનને  આપણે સૌ " શિક્ષક દિન " તરીકે ઉજવણી કરીએ છીએ. સામાન્ય રીતે શાળાઓમાં બાળકો એક દિવસ માટે શિક્ષક બનીને શાળાના બાળકોને શિક્ષણ કાર્ય કરાવે છે અને રીતે " શિક્ષક દિન " ની ઉજવણી કરે છે.
 
શ્રી મોટીભેદી પ્રાથમિક શાળામાં પણ રીતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધો: - ના બાળકો તેમજ બાલિકાઓએ ભાગ લીધો હતો.


શિક્ષક દિન નિમિતે બાળકોએ આખો દિવસ શિક્ષણકાર્ય કરાવ્યું હતું, અને બાળકોને ભણવામાં પણ ખુબ મજા આવી ગઈ હતી.
 
 
અહી પ્રથમ ફોટોગ્રાફમાં બાળ શિક્ષક સુરુભા ભારૂભા ધો: માં " બીલોરીકાચ " (વિજ્ઞાન) વિષે પાઠ સમજાવી રહ્યો છે.

 
બીજા ફોટોગ્રાફમાં ધો: ના બાળકો સાથે બાળ શિક્ષિકા રક્ષાબા હેમુભા જોઈ શકાય છે.
 
 
ત્રીજા ફોટોગ્રાફમાં ધો: ના બાળકોને અભિનયગીત કરાવી રહેલ હેમંતબા રામસંગજી...
 
 
અંતિમ ફોટોગ્રાફમાં ચર્ચા વિચારણા કરી રહેલા બાળ શિક્ષકો...


બીજી ખુશીની વાત તો એ છે કે શિક્ષક દિન નીમીતે જ શાળામાં ૨ નવ-નિયુક્ત શિક્ષકો શ્રી પ્રકાશભાઈ સોલંકી અને શ્રીમતી જયશ્રીબેન પટેલ ની નિમણુક અમરી શાળામાં કરવામાં આવી. . .
 
 
આમ આજથી અમારા શાળા પરિવાર ના સભ્યોમાં પણ ૨ જણ નો વધારો થયો છે.